મોરબી : મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં શુભ હોટેલ વાળી શેરીમાં અવારનવાર ગટર ઉભરાતી હોય સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે ગટર સાફ કરવામાં આવે છે ત્યારે એકાદ-બે દિવસ જ રાહત રહે છે. બાદમાં ફરી ગટર ઉભરાવવા લાગે છે. અનુપમ સોસાયટી અને બીજી બે સોસાયટીના લોકો અહીંથી પસાર થતા હોય તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે.