તંત્રના આંખ આડા કાન : અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં મોરબી : મોરબી શહેરમાં અવાર નવાર ગટર ઉભરાતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે ફરીવાર ગટર ઉભરાતી હોવાનું સામે આવ્યું છે. મોરબીના સો- ઓરડી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરનું પાણી ઉભરાતું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મોરબીમાં વારંવાર રોડ રસ્તા પર ગટરના પાણી ઉભરાયા હોવાનું સામે આવે છે. જેમાં હાલ શહેરના સો-ઓરડી વિસ્તારમાં મેઈન રોડ પર ગટરના પાણી ઉભરાતા સ્થાનિક લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગટરનું પાણી ઉભરાતા આ વિસ્તારમાં પાણી ભરાતા ગંદકી વધી છે તેમજ લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. આ વિસ્તારના સ્થાનિકો દ્વારા અનેક વખત કાઉન્સિલરને રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપતું નથી. તેમજ રીપેરીંગ કરવા માટેની કોઈ કામગીરી પણ કરવામાં આવી નથી. ત્યારે હાલ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા સ્પષ્ટ ચિત્રો દેખાઈ રહ્યા છે.