તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં ગટર પ્રશ્નનો હલ ન થતા રહીશોમાં રોષમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી સોસાયટીમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં ગટર પ્રશ્નનો હલ ન થતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોરબીના શનાળા રોડ ઉપર અનુપમ સોસાયટી- શુભ હોટલ પાસે છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થાય છે અને ગટરના ગંદા પાણી આખા વિસ્તારમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે. ગટરના દૂષિત પાણી વચ્ચે જ લોકોને અવરજવર કરવા મજબુર બનાવું પડે છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે. જો કે ગટર પ્રશ્ને અનેક રજુઆત કરવા છતાં તંત્રએ ગટરની સફાઈ કરવાની તસ્દી ન લેતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.