મોરબી : મોરબીના રામચોક પાસે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્ર પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ગટરના પાણી છલકાઈને રોડ પર ફરી વળે છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. સ્થાનિકોનો જણાવ્યા પ્રમાણે ગટર ઉભરાવાના કારણે આખા રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. સફાઈ કર્મીઓ આવીને સફાઈ કરી જાય છે પરંતુ બીજા દિવસે ફરીથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. લોકો માગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે.