મોરબી : મોરબીમાં કાલિકા પ્લોટ-2માં ભૂગર્ભ ગટર ઉભરાવવાને કારણે કાયમી અહીં રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ જોવા મળે છે. જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ મામલે સ્થાનિકોએ અનેકવાર રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.