મોરબી : મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ આવેલ આંબેડકર કોલોનીમાં છેલ્લા 25 દિવસથી ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિક નાગરિક નીતિનભાઈ સારેસાએ જણાવ્યું હતું કે જ્યાં ગટરનું પાણી ભરાય છે. ત્યાંની લાઈટ પણ બંધ હાલતમાં છે. જેના કારણે રાત્રિ દરમિયાન આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આ રોડ પરથી સ્કૂલના બાળકો પસાર થાય છે. તેઓ અહીંથી ચાલી શકે તેવી સ્થિતિ પણ નથી. અહીં સતત પાણી ભરેલા હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવાય રહી છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે. ત્યારે મહાપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.