ટંકારા: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામમાં જાહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રદૂષિત પાણી પીવાથી પશુઓના મૃત્યુ થઈ રહ્યા હોવાના અગાઉ પણ બનાવો બન્યા છે.મળતી માહિતી મુજબ, તાજેતરમાં એક જાગૃત નાગરિકે આ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાનો વિડીયો ઉતારીને આ મુદ્દાને પ્રકાશમાં લાવ્યો છે. આ કેમિકલયુક્ત પાણી પીવાથી પશુઓ અકાળે મૃત્યુ પામે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી બે-ચાર દિવસમાં ગામના નાગરિકો અને પશુપાલકોને સાથે રાખીને આ પ્રદૂષણ સામે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે.