હળવદ પોલીસે પાંચેય આરોપીઓનો કબ્જો મેળવ્યો,ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂરહળવદ : હળવદ શહેરમાં જુદી જુદી બે ચોરીના બનાવને અંજામ આપનાર રીઢા ગુનેગારને દાહોદ જિલ્લાની પોલીસે ઝડપી લીધા હતા.આ ઝડપાયેલ પાંચે આરોપીઓની હળવદ પોલીસ દ્વારા ઝાલોદ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝાલોદ સબ જેલમાંથી અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. બનાવવામાં જાણવા મળતી વિગતો મુજબ પાંચેક મહિના પહેલા હળવદના ધરતી નગરમાં તેમજ બે મહિના પહેલા શહેરના મહર્ષિ ટાઉનશિપમાં ચોરીના બનાવને અંજામ આપનાર કાળુભાઈ ઉર્ફે કાળીયો પારસીગભાઈ બિલવાળ ઉ.૩૫ રહે.કણઝર માળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ (૨) શંકરભાઈ મલસીંગભાઈ દહમા ઉ.૪૦ રહે.કાલીયાવડ ભટોડ ફળીયું તા.ધાનપુર જી.દાહોદ (૩) કાળુભાઈ ઉર્ફે કાણીયો જોરસીંગભાઈ રાઠોડ ઉ.૨૪ રહે, કાલીયાવાડ ખોબરા ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ (૪) પરસુભાઈ ભીલાભાઈ બિલવાડ ઉ.૩૪ રહે.કણઝર માળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ (૫) પ્રતિકભાઈ ઉર્ફે પરથીભાઈ કલાભાઈ બિલવાડ ઉ.૩૦ રહે.કણઝર માળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ નાઓને ટ્રાન્સફર વોરંટના આધારે હળવદ પોલીસ માથકે લઈ આવી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.