પાકિસ્તાની સંસ્થાના કરોડોના ફંડ સામે મોરબી મુસ્લીમ સમાજે વિરોધ કરી પગલાં ભરવા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને કરી રજુઆત મોરબી : પાકીસ્તાની સંસ્થા દાવતે ઇસ્લામીના હેડ કવાર્ટર દ્વારા મોરબીમાં મદ્રેસા, દારૂલ ઉલુમ, મરકઝ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ચોકાવનારી રજુઆત મોરબી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને કરવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. પાકિસ્તાની સંસ્થા દ્વારા કરોડોનું ફંડ આપી મદ્રેસા બનાવાની હિલચાલનો સ્થાનિક મુસ્લિમ સમાજે એકી અવાજે વિરોધ કરી આ કામગીરી અટકાવવાની પણ માંગણી કરી છે. આજે મોરબી મુસ્લિમ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ચોકવાનારી રજુઆત કરી હતી જેમાં જણાવાયું હતું કે મોરબી સુન્ની મુસ્લીમ જમાત દ્વારા છેલ્લા થોડા વર્ષોથી કાર્યરત પાકિસ્તાની સંસ્થાઓ દાવતે ઈરલામી અને મિન્હાજુલ કુરાનનો સખત વિરોધ કરવામાં આવે છે. આ બંને સંસ્થાઓ કે જેને પાકિસ્તાન સ્થિત તેમના વડાઓ સંચાલીત કરી રહ્યા છે. તેમાંની દાવતે ઈસ્લામી જે પાકિસ્તાની સંસ્થા છે, આ સંસ્થાનું સંચાલન કરાચી ના કહેવાતા મૌલાના ઈલ્યાસ અતાર ચલાવે છે અને મિન્હાજુલ કુરાન પણ પાકિસ્તાની સંસ્થા છે, અને આ સંસ્થા નું સંચાલન લાહૌરથી ડો.તાહીરૂલકાદરી નામની વ્યક્તિ ચલાવે છે. વધુમાં મોરબીના સ્થાનિક મુસ્લિમ સમાજે આ ચોકવનારી રજુઆતમાં જણાવાયું છે કે પાકિસ્તાનથી ચાલતી દાવતે ઈસ્લામી સંસ્થા ભારતના સીધા-સાદા સુની મુસ્લીમોને ગેરમાર્ગે દોરવા માટે સંસ્થા દ્વારા લાખો રૂપીયાના પગારદાર માણસો રાખી આપણી કોમ અને સમાજમાંથી ઉભા કરી આ સંસ્થાની પ્રવૃતિના નામે ઇલ્મ અને શિક્ષણના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. આ સંસ્થા સાથે સુન્ની મુસલમાનો ને કોઈ જ લેવા - દેવા નથી પાકિસ્તાનથી ચાલતી સંસ્થા દાવતે ઇસ્લામી દ્વારા મોરબી શહેર ભૌગોલીક દ્રષ્ટીથી સૌરાષ્ટ્ર અને કચ્છના સરહદી વિસ્તારને સાંકળે છે, તેથી આ સંસ્થાના લોકો દ્વારા મોરબીમાં તેની સંસ્થાનું થાણું બનાવવા હિલચાલ ચાલે છે એટલે જ બહારથી કરોડોના ખર્ચે આ સંસ્થાના નામે મરકઝ કે દારૂલ ઉલુમ બનાવવા સામે તમામ સુની મુરલીમ બિરાદરો અને દેશના જાગૃત અને દેશપ્રેમ રાખવાવાળા તમામ સુન્ની મુસલમાનો દ્વારા સખત વિરોધ કરવામાં આવતો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. આપણા મઝહબે શિખડાવેલ પદ્ધતિ પર અનુસરણ કરીને આપણા દેશની સલામતી અને આપણી સલામતી માટે આવી સંસ્થાને અને આવા તત્વોને જાહેરમાં જાકારો આપી દેશના જાગૃત નાગરિક તરીકે આપણી જાગૃતિનો સબુત આપતા આવી સંસ્થાના વ્યવ્હાર અને સંસ્થાના સંકુલોને પ્રતિબંધ મુકવાની માંગણી સાથે યોગ્ય કાર્યવાહી કરવા શહેર ખતીબ સૈયદ અબ્દુલરશિદમિયા હાજીમદનીમિયા કાદરી યુલ જીલાની સુન્ની મુસ્લિમ જમાત મોરબીએ માંગણી ઉઠાવી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en