મોરબી, ટંકારા, માળિયા, હળવદ અને વાંકાનેરમાં 500 જેટલા સ્ટાફ દ્વારા મતગણતરીની કામગીરી કરાશે : બપોર સુધીમાં મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જશેમોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મંગળવારે મતગણતરી યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની મતગણતરી ઘૂંટુ પોલીટેકનીક કોલેજ ખાતે બી-વિંગમાં થશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નંબર 1 થી 4, ફર્સ્ટ ફ્લોર પર 5 થી 9 અને સેકન્ડ ફ્લોર પર 10 થી 13 ની ગણતરી હાથ ધરવામાં આવશે.આ પ્રક્રિયામાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ EVM ની ગણતરી શરૂ કરાશે. મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી ઘૂંટુ કોલેજના એ-વિંગમાં થશે. જેમાં તાલુકા પંચાયત માટે 2 RO અને જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની 6 સીટો માટે 1 RO ની નિમણૂક કરાઈ છે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે.સમગ્ર જિલ્લામાં અંદાજે 500 જેટલા સ્ટાફ સાથે મતગણતરી કરવામાં આવશે. ટંકારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી ટંકારાની ITI ખાતે થશે. માળિયા મિયાણા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની મતગણતરી મોટી બરાર સ્થિત મોડેલ સ્કૂલ ખાતે થશે. જ્યારે હળવદ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની ગણતરી હળવદ મોડેલ સ્કૂલ ખાતે હાથ ધરાશે તેમજ વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Election #VoteCounting #LocalBodyElections #MorbiNews #GujaratElections