મોરબી એલસીબી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીહળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આરોપી સંતોષ રાજુભાઇ કોળીના રહેણાંક મકાનમાં દોરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની નાની મોટી 33 બોટલ તેમજ 18 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 12,150નો જથ્થો મળી આવ્યો હતો. જો કે આરોપી સંતોષ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.