નવી લોન્ચ થયેલી જીવીટીમાં 1200 × 1800 અને 600 × 1200 સાઈઝમાં પંચ સરફેસ ઉપર ફોરેન બાયર્સ અને ડોમેસ્ટિક વિઝિટર્સ આફરીન નવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં Livolla ગ્રેનિટોએ ટાઇલ્સની બે ઈનોવેટિવ પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. લોન્ચ થતા વેંત જ આ પ્રોડક્ટ્સ ઉપર ફોરેન બાયર્સ અને ડોમેસ્ટિક વિઝિટર્સ આફરીન થઈ ગયા છે.નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નો આજે ત્રીજો દિવસ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી છે.આ એક્સપોમાં મોરબીના Livolla ગ્રેનિટોનો પણ સ્ટોલ છે. કંપની દ્વારા આ એક્સપોમાં જ જીવીટીમાં 1200 × 1800 અને 600 × 1200 સાઈઝમાં પંચ સરફેસ ટાઇલ્સ લોન્ચ કરી છે. લોન્ચ થતા વેંત જ આ ટાઇલ્સ ટ્રેન્ડીંગ બની છે. અહીં સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામાં વિઝિટર્સ આવી રહ્યા છે.કંપનીના મેનેજીંગ ડિરેકટર વિનોદભાઈ અંબાણી અને ડિરેકટર જીજ્ઞેશભાઈ ગાંભવાએ જણાવ્યું કે પંચ સરફેસમાં અમારી નિપુણતા છે આ પ્રકારની પ્રોડક્ટ ક્યાંય જોવા નહીં મળે. જેટલા વિઝિટર્સ આવે છે તેઓને આ પ્રોડક્ટમાં ખૂબ રસ પડી રહ્યો છે. તેઓએ ઉમેર્યું કે હાલ Livolla ગ્રેનિટો 25થી વધુ દેશોમાં વેપાર કરી રહ્યું છે. આ એક્સપો થકી વેપારમાં હજુ નવા 10 દેશો ઉમેરાશે તેવી આશા છે. ડોમેસ્ટિક વિઝિટર્સનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વાયબ્રન્ટ બિલ્ડકોન એ ગ્લોબલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ થકી બ્રાન્ડિંગ ઉપરાંત વિદેશી બાયર્સ સાથે કનેક્ટ થવાની તક મળી રહી છે.