આગામી તા. 15 નવેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જે માટે આગામી તા. 15 નવેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આગામી સમયમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારના વરિયા પ્રજાપતિ જ્ઞાતિના લોકો માટે આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તો જે જ્ઞાતિજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તે તા. 25/10/2021 થી 15/11/2021 સુધી (તહેવારો સિવાયના દિવસોમાં)માં ડોકયુમેન્ટ જમા કરાવવાના રહેશે. આવકનો દાખલો કઢાવવા માટે શહેરી વિસ્તારમાં નગરપાલિકાનો આવકનો દાખલો, ઘરના મુખ્ય વ્યકિતનું આધાર કાર્ડ અને રેશનકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. આવકના દાખલા માટેનું ફોર્મ ભરવા વરિયા બોર્ડિંગથી સભ્યો દ્વારા મદદ કરવામાં આવશે અને એ ભરેલું ફોર્મ જે તે વ્યકિતએ મામલતદાર કચેરીએ આપી અને આવકનો દાખલો કઢાવાનો રહેશે. ફોર્મ સ્થળ પરથી મળશે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તાજેતરનો મામલતદાર/ટીડીઓનો 4 લાખથી ઓછી આવકનો દાખલો, રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ વ્યકિતના આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. ડોકયુમેન્ટ પાછળ જે તે વ્યકિતનું નામ, બે મોબાઇલ નં. અને સરનામું ફરજીયાત લખવાનું રહેશે. ડોકયુમેન્ટ જમા કરાવવા અને ફોર્મ ભરવા માટે વરિયા બોર્ડીંગ, સો-ઓરડી, મોરબી ખાતે સાંજે 8થી 10 વાગ્યા સુધીનો રહેશે. કેમ્પની તારીખ ડોકયુમેન્ટ જમા કરાવનારને ફોનથી જણાવવામાં આવશે. વધુ વિગત માટે રાહુલ ધરોડીયા 87580 10848, ધ્રુવ સવાડિયા 94089 24047, મિતુલ ઉટવાડીયા 94266 40915, વિપુલ પ્રજાપતિ 99130 53249 અથવા અશ્વિન બરાસરા 99250 72451નો સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..