મોરબી : મોરબી શહેરના દફતરી શેરી ખાતે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી રાજ શક્તિ સેવા સંગઠન દ્વારા “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવનું ભવ્ય તથા દિવ્ય એવું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો. તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.આ તકે દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવના આયોજક પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, આશિષસિંહજી જાડેજા તથા શ્રી રાજ શક્તિ સેવા સંગઠનની સમગ્ર ટીમ દ્વારા મોરબી જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલભાઈ પંડિત, નરેન્દ્રભાઈ પાઉ, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, હિતેશભાઈ જાની, કીશનભાઈ પાઉ સહીતનાઓનું અભિવાદન કરી સેવાને બિરદાવી હતી.સંસ્થાના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી ગણપતિજી મહારાજની આરાધના કરાઈ હતી. તે ઉપરાંત દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવના અનોપસિંહજી જાડેજા સહિતના આયોજકોને અલૌકીક આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. આ તકે મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજા, અમૂલભાઈ જોશી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.