પૂ. અપૂર્વમુની સ્વામી લોકડાઉનમાં મોરલ ડાઉન ના થવા દે તેવી પ્રેરક વાતો કરશે : પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં મોરબી : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા મોરબીવાસીઓ માટે 'મોરબી અપડેટ' ખાસ શો લઈને આવ્યું છે. જેમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને BAPSના સ્વામી અપૂર્વમુનિ વચ્ચે 'મોરબી અપડેટ'ના ફેસબુક પેઈજ પર લાઈવ ઇન્ટ્રેક્શન યોજાશે. તો આ શોને માણવાનું ચૂકશો નહિ. કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ મોરબીવાસીઓ ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા મોરબીવાસીઓ સુધી શહેરના પળેપળના સમાચાર 'મોરબી અપડેટ' દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથોસાથ લોકોને મનોરંજન મળે તે માટે કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. લોકડાઉનમાં મોરલ ડાઉન ના થાય અને લોકોને પ્રેરણાદાયી સંદેશો પ્રાપ્ત થાય તે માટે 'મોરબી અપડેટ' દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાના રાજકોટ સ્થિત પૂ.અપૂર્વમુનિ સ્વામીજી સાથે ઈન્ટ્રેક્શન ગોઠવવામાં આવ્યું છે. જે 'મોરબી અપડેટ'ના ફેસબુક પેઈજ પર આજે તા. 25ના રોજ સાંજે 6 કલાકે લાઈવ નિહાળી શકાશે. આ ઈન્ટ્રેકશનમાં 'મોરબી અપડેટ'ના ફાઉન્ડર દિલીપ બરાસરા અને સ્વામી અપૂર્વમુનિ વચ્ચે માણવાલાયક મહત્વપૂર્ણ સંવાદ થશે. તો આજે સાંજે 'મોરબી અપડેટ'ના ફેસબૂક પેઈજ ઉપર આ લાઈવ ઇન્ટ્રેકશન પરિવાર સાથે નિહાળવાનું ભૂલશો નહિ. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/