ગોપી ગ્રુપના ત્રણ બહેનો સાથે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં રવાપર રોડ પર દરિદ્ર નારાયણ માટે રોટલીઓ બનાવનાર મહિલાઓના ગોપી ગ્રુપના સભ્યો સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે . મોરબી અપડેટ દ્વારા મોરબીનો અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે અને તેમાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ શરુ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ એટલે 'મહેમાનો ઓ વ્હાલા' શો, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે આ શો દર બુધવારે અને શનિવારે પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં અલગ અલગ પ્રતિભાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવશે. મોરબીના રવાપર રોડ પર આવેલા પોશ વિસ્તારોમાં મોટાભાગના ઉધોગપતિઓના પરિવારો રહે છે. જેમાં રવાપર રોડ પર આવેલ પ્રાણનગર-2 સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ પરિવારની 20 મહિલાઓનું ગોપી મંડળ ગ્રુપ જાણીતી સેવાભાવી સંસ્થા યદુનંદન ગૌશાળામાં આશ્રય લેતા આશરે 600 જેટલા ગરીબોની જઠરાગ્નિ તુપ્ત કરીને સેવા પરમો ધર્મનું સૂત્ર ચરિતાર્થ કરી રહ્યું છે. આ સેવાભાવી મંડળ અઠવાડિયામાં 4 વખત પર પરંપરાગત રીતે ચૂલા બનાવીને તેના પર ગરીબો માટે રોટલીઓ બનાવે છે. આ સેવાભાવી મંડળની 3 મહિલાઓ આજે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં મહેમાન બનવાની છે. તો આજે તેમના આ સેવાભાવી કાર્ય વિશે કેટલીક વાતો જાણવા આર.જે. રવિ બરાસરા તેમની સાથે સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. મોરબી રેડિયોને લગતી કોઈ પણ જાણકારી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne