દર મહિને જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ કરતા ઓમ ગ્રૂપના ભરતભાઇ કાનાબાર સાથે આર.જે. રવિ કરશે સીધો સંવાદ મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં સામાજિક કાર્યકર ભરતભાઇ કાનાબાર અતિથિ બનવાના છે. આ શોમાં ઓમ ગ્રૂપના નેજા હેઠળ ગરીબોને દર મહિને રાશનકીટનું વિતરણ કરતા ભરતભાઇ સાથે સાથે આર.જે. રવિ સીધો સંવાદ કરવાના છે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આ શોમાં આજે રાત્રે ઓમ ગ્રૂપના ભરતભાઇ કાનાબાર અતિથિ બનવાના છે. તેઓ જરૂરિયાતમંદોની સેવા અર્થે ઓમ ગ્રૂપ ચલાવે છે. આ ગ્રૂપ દ્વારા દર મહિને જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવે છે. તેમની સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.