'મહેમાનો ઓ વ્હાલા' શોમા આજે કરાટે ટ્રેનિંગનું મહત્વ શુ છે તે વિશે થશે ચર્ચા મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલ મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શોમાં કરાટે ટ્રેનર વાલજીભાઈ ડાભી મહેમાન બનવાના છે. તેઓ આ શોમાં કરાટેની ટ્રેનિંગનું મહત્વ શુ છે તે વિશે ચર્ચા પણ કરશે. મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 'મહેમાનો ઓ વ્હાલા' શો શરુ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે. આજે આ શોમાં કરાટે ટ્રેનર વાલજીભાઈ ડાભી અતિથિ બનીને પધારવાના છે. શોમા તેઓ કરાટે ટ્રેનિંગનું મહત્વ શુ છે તે વિશે વિગત વાર ચર્ચા કરશે. સાથો સાથ પોતાની કરાટે જર્ની વિશે પણ માહિતી આપશે.તેઓ સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે 'મહેમાનો ઓ વ્હાલા' શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.