મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 284 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં 43945.88 લાખના કુલ 154 કામોનું લોકાર્પણ કરવાની સાથે 60325.31 લાખના કુલ 130 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ કામોમાં મહત્તમ કામો મોરબી મહાનગર પાલિકા અને માર્ગ અને મકાન વિભાગના હતા. સાથે જ આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા, સિંચાઈ અને પંચાયત વિભાગમાં કામોનો સમાવેશ થાય છે. જેમાંથી મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાત મુહર્ત થેયલ મુખ્ય કામોની યાદી નીચે મુજબ છે લોકાર્પણ (પૂર્ણ) થયેલ મુખ્ય કામોની યાદી (1) મોરબીના કેસરબાગથી એલ.ઈ. કોલેજ સુધીના સીસી રોડનું કામ રૂ. 1.76 કરોડ(2) મોરબી સીરામીકના જુદાજુદા વિસ્તારમાં 45 જેટલા સીસી રોડનું કામ રૂ. 320 કરોડ (3) વાંકાનેરના વીરપરથી હળવદના કાડિયાણાને જોડતો રોડ રૂ. 67.69 કરોડ (4) લજાઈથી ભીમનાથ મહાદેવ રોડ રૂ. 9.50 કરોડ (5) મોરબીના લીલાપર રોડ પર માઇનોર બ્રિજ રૂ. 2.65 રોડ (6) સામુહિક આરોગ્ય કેન્દ્ર લુણસર, તા. વાંકાનેર રૂ. 3.55 કરોડ (7) મોરબી જિલ્લાના પીપળીયા રાજ, રાજાવડલા, કવાડીયા, ગોલાસણ, ખારચીયા, ધુળકોટ, અને થોરાળા પેટા આરોગ્ય કેન્દ્રનું કામ રૂ. 2.66 કરોડ ખાતે મુહર્ત થયેલ મુખ્યના કામોની યાદી (1) મોરબીના એસપી મેઈન રોડ સીસી રોડનું કામ રૂ. 20.93 કરોડ (2) કાલીન્દ્રી નદીથી જુના ઘુંટુ રોડનું કામ રૂ. 2.32 કરોડ (3) કેનાલ રોડ પર લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધી રોડનું કામ રૂ. 9.12 કરોડ (4) જિલ્લા પંચાયત થી નેશનલ હાઇવે સુધીના રોડનું કામ રૂ. 3.61 કરોડ (5) મોરબીના લીલાપર ચોકડીથી કંડલા બાયપાસ સુધી કેનાલ પર બોક્ષ કન્વર્ટ કરવાનું કામ રૂ. 55.80 કરોડ (7) ઉમિયા સર્કલ પર ફ્લાય ઓવરબ્રિજનું કામ રૂ. 70.51 કરોડ (8) મોરબીના મણિ મંદિર અને ગ્રીન ટાવરને ડાયનેમેટિક લાઇટથી સુશોભિત કરવાનું કામ રૂ. 2.09 કરોડ (9) મોરબી શહેરમાં જુદી જુદી 15 જગ્યાએ હાઇમાસ્ક લાઈટ ટાવરનું કામ રૂ. 43 લાખ (10) મોરબી મહાનગરપાલિકાની મુખ્ય અધૂરી ઓફિસ પૂરું કરવાનું કામ રૂ. 3.85 કરોડ (11) મોરબીના વિસીપરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું કામ રૂ. 7.42 કરોડ (12) મોરબી મહાનગરપાલિકાની મેઈન નવી ઓફિસ તથા ગાર્ડન બનાવવાનું કામ રૂ. 65.08 કરોડ (13) મોરબી મહાનગરપાલીની વેસ્ટ ઝોન ઓફિસ બનાવવાનું કામ રૂ. 24.27 કરોડ (14) મોરબીના શાક્ત શનાળા ખાતે ઝોનલ ફાયર સ્ટેશન બનાવવાનું કામ રૂ. 11.30 કરોડ (15) મોરબીના માધાપર પાસે વેન્ડીંગ માર્કેટ બનાવવાનું કામ રૂ. 1.77 કરોડ(16) મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નાખવાનું કામ રૂ. 5 કરોડ (17) મોરબી શહેરમાં જુદી જુદી જગ્યાએ સ્ટોર્મ વોટર નેટવર્કનું કામ રૂ. 76.76 કરોડ (18) મોરબીના પાનેલી તળાવ ખાતે 25 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ રૂ. 40.47 કરોડ (19) મોરબીના સરદારબાગ અને પંચાસર હેડવર્ક્સથી પાણી વિતરણ અને નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈન નાખવાનું કામ રૂ. 36.71 કરોડનું કામ (20) મોરબીના એસટી ડેપોમાં વર્કશોપ બનાવવાનું કામ રૂ. 6.61 કરોડ (21) મોરબી અને માળીયાના 90 ગામોમાં પાણી પુરવઠા યોજનાનું કામ રૂ. 22.77 કરોડ (22) ટંકારાના ધુનડા, ઉમિયાનગર, નવા ખીજડીયા અને અમરાપર, નેકનામ ગ્રામ પંચાયત કચેરીનું કામ રૂ.1.25 કરોડ (23) માળીયા (મી.)ના કાજરડા, લક્ષ્મીવાસ, નાનાભેલા, વીર વદરકા, નંદનવન, ખીરઈ, પંચવટી, વિશાલનગર ગ્રામ પંચાયત કચેરીનું કામ રૂ. 2 કરોડ (24) હળવદના ઘનશ્યામપૂર, જોગડ, ટીકર(રણ), રાયસંગપર પંચાયત કચેરીનું કામ રૂ. 1 કરોડ (25) મોરબીના બીલીયા અને રાજપર પંચાત કચેરીનું કામ રૂ. 50 લાખનોંધ : ઉપરોક્ત યાદી મુખ્ય કામોની છે.