અગાઉ બ્રિજેશ મેરજા પાસે પણ મંત્રી પદ હતું, મોરબી પાસેથી થોડો સમય મંત્રી પદ છીનવાયા બાદ ફરી મળી ગયુંમોરબી : ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 25 મંત્રીની યાદી જાહેર કરી દેવાઈ છે. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ પણ સામેલ છે. અગાઉ બ્રિજેશ મેરજા પાસે પણ મંત્રી પદ હતું. મોરબી પાસેથી થોડો સમય મંત્રી પદ છીનવાયા બાદ ફરી મળી ગયું છે.આ પહેલાં ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.નવા મંત્રીમંડળની યાદી1. પ્રફુલ પાનસેરીયા2. કુંવરજીભાઈ બાવળીયા3. ઋષિકેશ પટેલ4. કનુ દેસાઇ 5. પરસોતમ સોલંકી6. હર્ષ સંઘવી 7. પ્રદ્યુમન વાજા8. નરેશ પટેલ 9. પીસી બરંડા 10. અર્જુન મોઢવાડિયા11. કાંતિ અમૃતિયા12. કૌશિક વેકરીયા 13. સ્વરૂપજી ઠાકોર14. દર્શનાબેન વાઘેલા15. જીતુભાઈ વાઘાણી16. રીવા બા જાડેજા 17. ડો જયરામ ગામીત 18. ત્રિકમભાઈ છાંગા19. ઇશ્વરસિંહ પટેલ 20. મનિષા વકીલ 21. પ્રવિણ માળી 22. સ્વરૂપજી ઠાકોર23. સંજયસિંહ મહિડા 24. કમલેશ પટેલ 25. રમણ સોલંકી