સીટી એ અને બી ડિવિઝન પોલીસની કાર્યવાહીમાં બે આરોપી ઝડપાયા, ત્રણ ફરારમોરબી : મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના ધંધાર્થીઓ અને પીવાના શોખીનો પર ગઈકાલે તવાઈ ઉતારી હતી જેમાં અલગ અલગ પાંચ દરોડામાં વિદેશી દારૂ અને બિયરનો 6.36 લાખથી વધુનો જથ્થો ઝડપી લઈ બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.જ્યારે ત્રણ આરોપીઓ પોલીસને હાથ નહિ લાગતા ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા ખાતે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા આરોપી અશ્વિન રવજીભાઈ વાઘેલાના રહેણાંકમાં દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂનીએ 750 મીલીની 296 તેમજ 180 મીલી માપની 1163 બોટલ મળી કુલ રૂપિયા 5,87,286નો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો.જો કે, આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. શનાળા ખાતે જ બીજા દરોડામાં પોલીસે નીલકંઠ સ્કવેર પાછળ આવેલ આરોપી મયુર કાંતિલાલ વાઘેલાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા અહીંથી વિદેશી દારૂની 750 મીલીની 30 બોટલ, બિયરના 4 ટીન તેમજ 180 મીલી માપના 250 ચપલા સહિત કુક રૂપિયા 38,204નો જથ્થો મળી આવતા બન્ને આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં શક્ત શનાળા મંદિર નજીકથી એ ડિવિઝન પોલીસે આરોપી શૈલેષ પુનાભાઈ વાળા રહે.શનાળા વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની એક બોટલ કિંમત રૂપિયા 120 સાથે ઝડપી લીધો હતો.ચોથા દરોડામાં બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ પર હરિઓમ સોસાયટીમાં આરોપી મહિપાલ ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 10,557 કબ્જે કરી હતી.જો કે, આરોપી મહિપાલ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવ્યો હતો.જ્યારે પાંચમા દરોડામાં બી ડિવિઝન પોલીસે ગોપાલ સોસાયટીમાં પરી પાન નજીકથી આરોપી હિતેશ મગનભાઈ કકાસણીયા રહે. અમરદીપ સોસાયટી, મોરબી - કંડલા બાયપાસ વાળાને બિયરના છ ટીન કિંમત રૂપિયા 606 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.