એક શખ્સની ધરપકડ, દારૂ આપનાર શખ્સનું નામ ખુલતા શોધખોળ હાથ ધરાઇવાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે રાતાવિરડા ગામની સીમમા આવેલ રહેણાંક ઓરડીમાથી રૂ.૧.૫૬ લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમે રાતાવિરડા ગામની સીમમાં આવેલ રહેણાક ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કિ.રૂ. ૧,૫૬,૦૦૦/- સાથે સુરેશભાઈ લખમણભાઈ જમોડ નામના શખ્સને પકડી લીધો હતો. આ શખ્સને વિદેશી દારૂનો જથ્થો આપનાર રાજુભાઈ ધનજીભાઈ બારૈયા રહે,ગરામડી, સુરેન્દ્રનગર વાળા સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે. આ કામગીરીમાં પીઆઇ બી.વી. પટેલ, એ.એસ.આઈ.રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, જીતેનકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. કીર્તિસિંહ જાડેજા, પો.કોન્સ. અજયસિંહ ઝાલા, સામતભાઈ છછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર, બ્રિજેશભાઈ બોરીયા, દિવ્યરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.