હળવદ : હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી મુકેશ ઉર્ફે બુટી રાણાભાઇ મુંધવાના રહેણાંક મકાનના બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 49 બોટલ કિંમત રૂપિયા 24,250 કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી રવિભાઇ ચૌહાણ રહે.ધાંગ્રધા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.