પોલીસે 2.17 લાખના મુદ્દામાલ ઉપરાંત આરોપીના કબ્જામાંથી ઘાતક હથિયાર કબ્જે કર્યામોરબી : દેશી દારૂની રેઇડ કરવા ગયેલી માળીયા મિયાણા પોલીસ ઉપર જુની ખીરઇ ગામે દેશી દારૂના ધંધાર્થી અને તેના પરિવારે કરેલા હુમલા બાદ પોલીસે આક્રમક કાર્યવાહી કરી બુટલેગરના ઘર અને અન્ય બે દેશી દારૂની ભઠ્ઠીની જગ્યાઓ ઉપર દરોડા પાડી રોકડ સહિત 2.17 લાખથી વધુનો મુદ્દામાલ તેમજ ઘાતક હથિયારોનો જથ્થો કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પીઆઇ સહિતની ટીમ જૂની ખીરઇ ગામે દેશી દારૂનો ધંધો કરતા આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરના ઘેર દરોડો પાડવા જતા ઇકબાલના પરિવારજનો સહિતના 10 આરોપીઓએ હુમલો કરી છ પોલીસમેનને ઇજા પહોંચાડી હતી. આ ગંભીર બનાવ બાદ પોલીસે આક્રમક કાર્યવાહી કરી ઇકો ઉર્ફે ઇકબાલના ઘરમાં ઉપરાંત ઇકબાલની અન્ય બે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર ધોસ બોલાવી 50 લીટર દારૂ, અખાદ્ય ગોળ, યીસ્ટના લાટા, રૂ.1.11 લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન ઉપરાંત દારૂ બનવવાના આથાના બે બેરલ સહિત 2.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે પોતાની ઉપર થયેલા હુમલા બાદ ઇકબાલના ઘેર કોમ્બિગ દરમિયાન ફરસી, પાઇપ, લોખંડના ધારીયા તેમજ છરી સહિતના હથિયારોનો મોટો જથ્થો કબજે કરી આરોપી ઇકબાલ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ તેમજ હથિયારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.