હળવદના કડીયાણા ગામે સરપંચ અને ગ્રામજનોની ગેરકાનૂની પ્રવૃત્તિ સામે ધીરજ ખૂટતા જાતે જ કાર્યવાહી કરી : પોલીસની કામગીરી સામે સવાલોહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે સ્થાનિક લોકો અને સરપંચ દ્વારા દારૂના દુષણ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગામની સીમમાં આવેલી દેવીપૂજક વસાહતમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર ગામના સરપંચ સહિત અંદાજે 400 જેટલા લોકોએ એકઠા થઈને જનતા રેડ કરી હતી. આ જનતા રેડ દરમિયાન જુદા-જુદા 3 જેટલા ઘરોમાંથી દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જમીનમાં દાટીને કેરબામાં રાખવામાં આવેલો અંદાજે 1000 લીટર જેટલો આથો અને દેશી દારૂની કોથળીઓ ગ્રામજનોએ ઝડપી પાડીને તેનો નાશ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ વસાહતમાં 30 જેટલા ઘરો છે અને જો તમામ ઘરોમાં સઘન તપાસ કરવામાં આવે તો અહીં બધા જ લોકો દારૂ વેચવાનો વ્યવસાય કરે છે. ગ્રામજનો અને સરપંચના આક્રોશનું મુખ્ય કારણ તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટના છે. મોરબી તાલુકાના જુદા-જુદા 2 ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ ઘટનામાં સંડોવાયેલા ગેંગ કડીયાણા ગામની આ જ દેવીપૂજક વસાહતની હતી. ગામલોકોનો આક્ષેપ છે કે આ લોકો દારૂ વેચે છે, ચોરીઓ કરે છે અને દુષ્કર્મ જેવા હીન કૃત્યો કરીને આખા ગામને બદનામ કરે છે.આ ઉપરાંત સ્થાનિક પોલીસ આ મામલે કોઈ જ કામગીરી કરતી ન હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ જાતે જ બંધ કરાવી છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો પોલીસ યોગ્ય પગલાં નહીં ભરે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો તેઓ સીધા LCB ને બોલાવીને કાર્યવાહી કરાવશે અથવા આગામી દિવસોમાં ફરીથી ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરશે.#MorbiUpdate #Halvad #Kadiyana #JanataRaid #MorbiNews #GujaratPolice #CrimeNews