મોરબી : મોરબી પોલીસે ગઈકાલે ડે કોમ્બિન્ગ દરમિયાન શહેરભરમાં ચેકીંગનો દૌર ચલાવ્યો હતો જેમાં બુટલેગરો અને હિસ્ટ્રીશીટર અને રોમીયોને ચેક કરવામાં આવ્યા હતા. બીજી તરફ બી ડિવિઝન પોલીસે રણછોડનગરમાં સેન્ટમેરી સ્કૂલ પાછળ આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં આરોપી સાગર કાંતિલાલ પલાણના રહેણાંકમાં તપાસ કરવામાં આવતા વિદેશી દારૂનું એક ચપલું કિંમત રૂ.275 મળી આવ્યુ હતું.દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.બનાવ અંગે પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.