ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી પોલીસે રૂ.2.60 લાખની કિંમતનો 465 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ જાડેજા રહે.બંગાવડીવાળા સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.