મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે ખોડિયાર ફર્નિચર નામની દુકાનમાં દરોડો પાડી દુકાન માલિક મનોજ નટવરલાલ મારું નામના ઇસમને રોયલ ક્લાસિક બ્રાન્ડ વિદેશી દારૂના 180 એમએલના 33 પાઉચ કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.