મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી પાટિયા નજીકથી શંકાસ્પદ હાલતમા રેઢી પડેલ જીજે - 03 - બીટી - 1299 નંબરની સીએનજી રીક્ષા ચેક કરતા રીક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની 108 બોટલ દારૂ કિંમત રૂપિયા 65,448 મળી આવતા પોલીસે રૂપિયા 1 લાખની રીક્ષા સહિત 1,65,448નો મુદ્દામાલ કબજે કરી હાજર નહિ મળી આવેલા રીક્ષા ચાલક, માલિકને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.