મોરબી એલસીબીનો સફળ દરોડો : દારૂના ધંધાર્થી સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈવાંકાનેર : મોરબી એલસીબીએ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં એક વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ રૂ.૫.૨૭ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે બચુભાઇ પોપટભાઈ બોળીયા રહે. હોલમઢ તા.વાંકાનેર વાળા હોલમઢ ગામે જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોતાની વાડીમાં લીલી વાટેલ જારના પુળા નીચે ઇગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૫૬૪ કિંમત રૂ. ૩,૩૮,૪૦૦/- તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૧૫૧૨ કિમત રૂ.૧,૮૯,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.બચુભાઈ પોપટભાઈ બોળીયા સ્થળ ઉપરથી મળી આવ્યા ન હોય તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.