મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ કુંભારશેરીમાં પોલીસે બાતમીને આધારે આરોપી રાકેશ દામજીભાઈ પાદરેશાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની એક બોટલ તેમજ બિયરના 8 ટિન મળી આવતા પોલીસે રૂ.1175નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રાકેશ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.