મોરબીના સામાંકાંઠે આવેલી સોસાયટીના રહીશોએ દારૂનું દુષણ દૂર કરવા એસપીને રજુઆત કરીમોરબી : મોરબીના સામાંકાંઠે આવેલી જીવરાજ પાર્ક સોસાયટીના આજુબાજુના વિસ્તારમાં ઘણા સમયથી દારૂનું દુષણ હોય અને આવારાતત્વોનો ત્રાસ હોવાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આથી સોસાયટીના રહીશોએ દારૂનું દુષણ દૂર કરવા એસપીને રજુઆત કરી છે.જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ એસપીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ભડિયાદ અને જવાહર ગ્રામ પંચાયત હેઠળ આવતા પેટા વિસ્તાર જીવરાજ પાર્ક સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં ઘણા સમયથી દારૂનું દુષણ છે અને દારૂડિયાઓ દારૂ ઢીચીને દંગલ મચાવે છે. દારૂ પીને છાકટા બનતા આવરાતત્વોનો ભારે ત્રાસ છે. આથી દારૂના દુષણ અને દારૂડિયાના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી સ્થાનિકોએ એસપીને રજુઆત કરીને તેમના વિસ્તારમાં દારૂના દુષણ અને દારૂડિયાને કાયદાનું ભાન કરાવે તેવી માંગ કરી છે.