મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા હતી. અહીં ગંદા પાણીની નદી વહેતી હોય તેવી હાલત સર્જાઈ હતી. જો કે હવે મહાપાલિકા દ્વારા અહીં ગટર રીપેરીંગની કામગીરી કરી આ પ્રશ્નને દૂર કરી દેવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.