મોરબી : મોરબી શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી છે. જેમાં મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર અને રણછોડનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરના પાણી ભરાયેલા રહેતા રહીશો પરેશાન થઈ ગયા છે.રહીશોના જણાવ્યા પ્રમાણે લાયન્સનગર અને રણછોડનગરમાં છેલ્લા બે મહિનાથી ગટરના પાણી ઉભરાય છે. હાલ વરસાદ પડતાં ગટરના પાણી અને વરસાદી પાણી તળાવની માફક ભરાયેલા જોવા મળ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે આ અંગે રહેવાસીઓએ મોરબી નગરપાલિકામાં રજૂઆત કરીને ગટરના પાણીનો નિકાલ કરવા માગ કરી છે.