મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, HDFC બેન્ક તેમજ ઇડન ગાર્ડન દ્વારા લાયન્સ મેમ્બર સ્વ. ધવલભાઈ ની પાંચમી પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા તા. 17-6-2025ને મંગળવારના રોજ સવારે 8 થી 10 કલાક સંસ્કાર બ્લડ બેન્ક , GIDC મેઈન રોડ, શનાળા રોડ, મોરબી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રક્તદાતા આ કેમ્પમાં વધુમાં વધુ જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ડો. રવિન્દ્ર ભટ્ટ મો.નં. 9898288777 અને તુષાર દફ્તરી મો.નં. 9825291313 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.