મોરબીઃ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તારીખ 25 જૂનને રવિવારના રોજ રાહતદરે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. 25 જૂન ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, સુધારા શેરી, સરદાર રોડ, ફાયર સ્ટેશનની બાજુમાં, મોરબી ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે. 144 પેઈજના 7 નંગ ચોપડા ફક્ત 80 રૂપિયામાં આપવામાં આવશે. ચોપડા મેળવવા માટે વર્ષ 2023ની અસલ માર્કશીટ લાવવાની રહેશે. કોઈપણ જ્ઞાતિના ધોરણ 5 થી કોલેજના વિદ્યાર્થીઓને આ ચોપડા આપવામાં આવશે. એક માર્કશીટ પર એક જ વ્યક્તિને એક જ સેટ મળશે. આ ઉપરાંત અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ રાહત દરે મળશે. આ ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.