મોરબી : ઉનાળામાં ધોમ ધખતા તાપમાં પક્ષીઓને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા મહાવિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન મોરબીના રવાપર ચોકડી, કેપિટલ માર્કેટ ચોક ખાતે આ મહાવિતરણ કેમ્પ ચાલશે.આ કેમ્પમાં ચકલીના માળા, માટીના પાણી અને ચણ માટેના કુંડા નિઃશુલ્ક આપવામાં આવશે. આ ઉપરાંત ચકલી માટે ઓટો બર્ડ ફીડર, ચકલીના ડેકોરેટીવા માળા, સાકળવાળા કુંડા, કુંડાના સ્ટેન્ડ તમામ રાહત ભાવે આપવામાં આવશે. એકત્ર થનાર રકમ મોરબી પાંજરાપોળ માટે વપરાશે. તો દરેક લોકોને રૂબરૂ આવીને જે-તે વસ્તુ લઈ જવા જણાવાયું છે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર 83482 12345, તુષાર દફ્તરી મો.નં. 98252 91313 અને ડૉ. રવિન્દ્ર ભટ્ટ મો. નં. 98982 88777 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.