ચકલીના માળા, પાણીનાં કુંડા સહિતની વસ્તુનું વિતરણ કરાયું મોરબી : ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આજે તા. 13-4-2025ના નરસંગ ટેકરી મંદિર વાળા ચોકમાં, રવાપર રોડ, નાલા પાસે, મોરબી ખાતે મહા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રીમાં ચકલીનાં માળા(પૂઠાનાં), માટીનાં પાણી / ચણ માટેનાં કુંડા, 100 રૂ. ચકલી માટે ઓટો બર્ડ ફીડર, 150 રૂ. ચકલીનાં માળા (માટીનાં ડેકોરેટીવ), રૂ. 50માં સાકળ વાળા કુંડા આપવામાં આવ્યા હતા. આ વિતરણ વ્યવસ્થાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.