અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ અને અતિ દયનિય પરિસ્થિતિ વાળા 150 ટીબીનાં દર્દીઓને 'પ્રોટીન કીટનું વિતરણ કરાયું મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા મહાશિવરાત્રિના દિવસથી ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાનાં જરૂરિયાતમંદ અને અતિ દયનિય પરિસ્થિતિ વાળા 150 ટીબીનાં દર્દીઓને 'પ્રોટીન વાળા ખોરાકની કીટ વિતરણ' પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન દર મહિનાનાં છેલ્લા બુધવારે આ લોકોમાં પ્રોટીનકિટનું વિતરણ કરવામાં આવશે. જે અંતર્ગત તા.26-2-2025 બુધવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યા દરમ્યાન જિલ્લા ક્ષય (ટીબી ) કેન્દ્ર મહેન્દ્રસિંહજી હોસ્પિટલ, વોરાબાગ સામે, ગેંડા સર્કલથી ત્રાજપર રોડ, મોરબી - 2 ખાતે આ વર્ષની પ્રથમ પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. દિવ્યાબેન તથા સ્વ મંજુલાબેન પ્રભુભાઈ કાસુન્દ્રાના સ્મરણાર્થે આ સમગ્ર વર્ષની સંપૂર્ણ પ્રોટીન કીટના દાતા હિતેનભાઈ પ્રભુભાઈ કાસુન્દ્રાનો આભાર વ્યક્ત કરાયો હતો. અન્ય કોઈ પણ સેવાકીય પ્રવુતિ માટે ડોનેશન માટે આવકાર્ય છે. તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગનો. હેલ્પલાઇન નં. 83482 12345 પર અને ઇ-મેઈલ : Lionsmorbinazarbaug@gmail.com પર સંપર્ક કરી શકાશે.