લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ કવેસટ પ્રોગ્રામ અંતર્ગત 51માં ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ 3232 J નો 51મો TTW - ટીચર ટ્રેનિંગ વર્કશોપ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો હતો. ગત તા.૫/૨/૨૨ તથા ૬/૨/૨૨ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા લાયન્સ કવેસટ પ્રોગ્રામ અંતર્ગત વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે લાયન્સ ડીસ્ટ્રીક્ટ 3232 J જે નો ૫૧ મો TTW છે. ડીસ્ટ્રીક્ટનો પ્રથમ ટીચર ટ્રેનિંગ વર્કશોપ પણ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આયોજન કરેલ તથા ૫૧મો વર્કશોપ પણ નઝરબાગ દ્વારા આયોજન થયેલ છે. આ તકે અમરેલીથી ખાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઈ મોવલિયા, પ્રો. એમ. એમ. પટેલ, પરેશ કાનપરીયા હાજર રહ્યા હતા. આ ઉજવણી માટે ખાસ એક કેક તૈયાર કરવામાં આવી હતી. આ તકે ઝોન ચેરમેન તુષાર દફતરી પ્રમુખ ડો. પ્રેયશ પંડ્યા, ક્લબ મેમ્બર ધર્મેન્દ્ર પટેલ, ભાણજીભાઇ આદ્રોજા, પ્રદીપભાઈ ભુવા, ધીરુભાઈ આદ્રોજા તેમજ ડૉ રવિન્દ્ર ભટ્ટ સહિતનાઓએ હાજરી આપી હતી. લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા LIONS QUEST નામનો પ્રોગ્રામ ચાલે છે. જેમાં 30 શિક્ષકોને 2 દિવસની તાલીમ આપવામાં આવે છે. 2 દિવસની ટ્રેનિંગના અંતે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કૃણાલભાઈ મેવાએ ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટાની ટ્રેનિંગ સ્ટાઇલને બિરદારી લાયન્સ ક્લબના સભ્યોને બિરદાવ્યા હતા. ઉપરાંત, ક્લબ પ્રવુતિથી પ્રભાવિત થઇ તેઓ લાયન્સ ક્લબ નઝરબાગના મેમ્બર બન્યા હતા.