જન આરોગ્યના હેતુથી પંચાસર રોડ વિસ્તારમાં સેવાનો પ્રારંભમોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા માનવ સેવાના કાર્યોને વેગ આપતા શહેરના પંચાસર રોડ વિસ્તારમાં પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઓમ ક્લિનિકના ડોક્ટર દીપક આર. ફુલતરિયાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યરોયલ પ્લાઝા, ન્યુ ચંદ્રેશનગર અને રાજનગર વિસ્તારની જનતા માટે શરૂ કરાયેલા આ કેન્દ્રનું ઉદ્ઘાટન ડોક્ટરના માતા-પિતા તેમજ લાયન્સ ક્લબના સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે. તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો ક્લિનિકના ડોક્ટર દીપક ફુલતરીયાનો ભાવ છે. બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધઆ સેવા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા અને બાલુભાઈ પાંચોટીયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા તેવું મંત્રી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.#Morbi #LionsClub #HealthCheckup #DiabetesAwareness #MorbiUpdate #SocialService #FreeMedicalCamp