મોરબી : રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી, લીયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આગામી તારીખ 10 જાન્યુઆરી ને બુધવારના રોજ નેત્રયજ્ઞ દ્રષ્ટી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સ્વ. જીજ્ઞાબેન સનતભાઈ સુરાણીના આત્મ શ્રેયાર્થે 10 જાન્યુઆરીના રોજ મોરબીના જિલ્લા સેવા સદન સામે આવેલી વરિયા બોર્ડિંગ ખાતે સવારે 9-30 થી 12-30 સુધી વિનામૂલ્યે ચૌદમા નેત્રયજ્ઞ દ્રષ્ટી સેવા કેમ્પ તેમજ સાતમા ઓર્થોપેડિક ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પ ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા અને સનતભાઈ અમરશીભાઈ સુરાણીના સૌજન્યથી યોજાશે. આ કેમ્પમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીનો સહકાર મળશે. આ કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબ ઓફ મોરબીના પ્રેસિડેન્ટ લા. કેશવજીભાઈ દેત્રોજા, મંત્રી લા. ટી. સી. ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ કાવર દ્વારા અપીલ કરવામાં આવી છે.