મોરબી: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા માનવતાવાદી પહેલના ભાગરૂપે 'હંગર પ્રોજેક્ટ' હેઠળ ક્લબના સભ્ય લા. અશ્વિનભાઈ ઘોડાસરાના સ્વર્ગસ્થ પિતા લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત રાસંગપરના પાટિયા પાસે, તા. માળિયા (મિ.) હાઈવે પર આવેલા સંગાથ વૃદ્ધાશ્રમના આશરે 40 જેટલા વૃદ્ધોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજનના દાતા ગંગા સ્વરૂપ ચંચીબેન લાલજીભાઈ ઘોડાસરા હતા.લાયન્સ ક્લબના સભ્યોએ વૃદ્ધો સાથે પ્રાર્થના કરીને તેમને પ્રેમથી ભોજન પીરસ્યું હતું. આ હંગર પ્રોજેક્ટના ચેરમેન લા. અશ્વિનભાઈ ઘોડાસરા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટીના સેક્રેટરી અને ઝોન-૫ના ઝેડ.સી. લા. કેશુભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા, અને સભ્યો લા. મહાદેવભાઈ ચિખલિયા તથા જયસુખભાઈ વ્યાસ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. વડીલોના આશીર્વાદ મેળવીને આ સેવાકીય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું તેવું પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.