પ્રમુખ હરખજીભાઈ સુવારિયાના કાર્યકાળના અંતિમ દિવસે વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને નાસ્તાનું આયોજન કરાયુંમોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વર્ષ 2025/26 ના લાઈઝમના અંતિમ દિવસે પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાનો કાર્યકાળ પૂરો થતા શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સન્માનમાં લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળાના આચાર્ય અને તમામ સ્ટાફ દ્વારા પુસ્તક સ્વરૂપે સન્માનીય ભેટ આપવામાં આવી હતી.આ પ્રોજેક્ટમાં પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયા, ઝેડ સી અને મંત્રી કેશુભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ ટી. સી. ફુલતરિયા, પૂર્વ પ્રમુખ અમરશીભાઈ અમૃતિયા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા અને પૂર્વ ખજાનચી મણીલાલ જે. કાવર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના શૈક્ષણિક વિકાસ માટે અલગ-અલગ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લાવનારા વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના હાજર સભ્યોના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ સાથે જ શાળાના તમામ 255 વિદ્યાર્થીઓને ક્લબ દ્વારા બોલપેન આપવામાં આવી હતી.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ નાસ્તા તેમજ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓના ઇનામોના સૌજન્ય દાતા પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના આચાર્ય અરવિંદભાઈ સાણંદિયા દ્વારા કરવામાં આવી હતી, તેમ ઝેડ. સી. અને મંત્રી કેશુભાઈ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #LionsClub #MorbiCity #EducationProject #HungerProject #MorbiNews