વર્ષ 2025/26ના સક્રિય સભ્યો, ડોક્ટરો અને દાતાઓનું શિલ્ડ આપી બહુમાન: પ્રમુખ હરખજીભાઈ સુવારિયા દ્વારા અનેક સેવાકીય પ્રોજેક્ટ્સમાં માતબર યોગદાનમોરબી અપડેટ : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના 5 ચાર્ટર્ડ સભ્યો તથા વર્ષ 2025/26ના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીનું ક્લબના સિનિયર સભ્યો તેમજ પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025/26ના ગાળામાં દરેક સેવાકીય પ્રોજેક્ટમાં તન, મન અને ધનથી સહયોગ આપનાર 18 સક્રિય સભ્યોને પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી શિલ્ડ અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા.આ ઉપરાંત, ક્લબના કાયમી પ્રોજેક્ટ એવા નિઃશુલ્ક ડાયાબિટીસ અને બી.પી. માપન કેન્દ્રમાં નિસ્વાર્થ સેવા આપનારા 5 ડોક્ટરો, કાયમી સીવણ કેન્દ્ર માટે સિલાઈ મશીનના દાતા અને સામાજિક સંસ્થાના 4 સેવકોને પણ હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા.વર્ષ 2025/26માં પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી આશરે 100 જેટલા સિમેન્ટના બાંકડા, 60 લોખંડના ટ્રી ગાર્ડ, 2 સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને ક્ષયના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટ આપવામાં આવી હતી. નવરાત્રી મહોત્સવમાં ગરબે ઘૂમતી 1000 જેટલી બાળાઓને લાણી વિતરણ સહિતના અનેક પ્રકલ્પોમાં ઉદાર હાથે દાન આપીને ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે, જે ક્લબ માટે ગૌરવરૂપ હોવાનું સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #LionsClubMorbi #SocialService #MorbiCity #LionsClub #SocialWork