મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચાલતા કાયમી પ્રોજેક્ટના ભાગરૂપે રણછોડનગર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ ઉમિયા સર્કલ પાસે આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવ્યો હતો.આ સિવણ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કુટીર ઉદ્યોગના અધિકારી વિશાલભાઈ દેત્રોજાની\પ્રેરક ઉપસ્થિતિમાં અને ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા તેમજ પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે. કાવર તથા સભ્ય લા. પરસોતમભાઈ એ. કાલરીયા તથા મહંત બાબુભાઈ, બાલુભાઈ કડીવાર અને વિનુભાઈના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના સંચાલિકા કાજલબેન જાની, હેતલબેન ભટ્ટ અને જયશ્રીબેન રાઠોડ પણ હાજર રહ્યા હતા. 25 લાભાર્થીઓ બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યક્રમમાં વિશાલભાઈ દેત્રોજાએ લાભાર્થીઓ બહેનોને સિવણ બ્યૂટી પાર્લર તેમજ ભરત ગુંથણની ખૂબ સરસ માહિતી આપી હતી. લા. રમેશભાઈ રૂપાલાએ પણ લાયન્સ કલબ ઓફ મોરબી આવા સેવાકીય પ્રકલ્પો સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કુટુંબો માટે ચલાવે છે અને દેવકરણભાઈ આદ્રોજાએ પણ વંચિત પરિવાર અને સમાજમાં આર્થિક નબળા વર્ગના કલ્યાણ માટે લાયન્સ કલબ સાથે જોડાઈને આવા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનાં અંતે મણિલાલ જે. કાવર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.