મોરબીના ગોકુલ નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત દર્દીઓને મદદરૂપ થવા પ્રશંસનીય પહેલમોરબી : 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે અને તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તે હેતુથી મોરબીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવીને સમાજમાં સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. આ જ કડીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મોરબીના ગોકુલ નગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 25 જેટલા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.અનેક સેવાકાર્યો માટે જાણીતી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીની ટીમ અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર ખાતે પહોંચી હતી. જ્યાં અત્યંત જરૂરિયાતમંદ 25 ટીબીના દર્દીઓને દવાની સાથે સાથે દરરોજ પોષણયુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાશન કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરજીભાઈ સુવારીયા, મંત્રી ઝેડ.સી. કેશુભાઇ દેત્રોજા, એફવીડીજી રમેશભાઈ રૂપાલા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા તથા સભ્યો ટી.સી. ફુલતરિયા, નાનજીભાઈ મોરડીયા અને મણિભાઈ કાવર હાજર રહ્યા હતા અને ઉમદા માનવીય અભિગમ સાથે દર્દીઓને કીટ અર્પણ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્રના સુપરવાઈઝર દીપકભાઇ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. શ્રેયા માતરિયા, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. ધરતી પડસુંબિયા તથા સેન્ટરના તમામ સ્ટાફ મેમ્બર્સે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #LionsClubMorbi #TBMuktBharat #HealthCare #SocialWork #MorbiNews #Gujarat