દલવાડી સર્કલ પાસે આવેલ ઝુંપડપટ્ટી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશોને કાળઝાળ ગરમીમાં રાહત પૂરી પાડવામાં આવીમોરબી : 'જન સેવા એ જ પ્રભુ સેવા'ના સૂત્રને સાર્થક કરતા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા હાલની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે છાશ વિતરણનો એક ઉમદા સેવાકીય પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ અંતર્ગત દલવાડી સર્કલ પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા સામાન્ય પરિવારના લોકોને અને રસ્તા પર પસાર થતા વટેમાર્ગુઓને ગરમીમાં ઠંડક અને શાતા મળે તેવા ભાવ સાથે મસાલા યુક્ત ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનસેવા કાર્યનો લાભ આશરે 800 જેટલા નાના-મોટા લાભાર્થીઓએ લીધો હતો.આ સેવાકીય પ્રોજેક્ટ ક્લબના પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયા અને મંત્રી તથા ઝેડ.સી. લા. કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. આ તકે પ્રોજેક્ટ ચેરમેન અને પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા, પૂર્વ ખજાનચીઓ લા. મણીલાલ જે. કાવર અને લા. નાનજીભાઈ મોરડીયા હાજર રહ્યા હતા.આ ઉપરાંત સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગીરી તથા ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો પણ આ સેવામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેવું પ્રોજેક્ટ ચેરમેન ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #LionsClubMorbi #MorbiNews #SocialWork #ButtermilkDistribution #SummerRelief #MorbiUpdate #GujaratNews