આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ બહેનને ટ્રાયસિકલ અર્પણ કરાઈ મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા લાયન્સ રત્ન રમેશભાઈ રૂપાલાના જન્મ દિવસની સેવા દિવસ તરીકે ઊજવણી કરવામાં આવી હતી. આજે તેમના જન્મ દિવસને સેવા દિવસ તરીક ઊજવણી કરી. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ બહેનને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી. આ પ્રોજેક્ટનું સૌજન્ય રમેશભાઈ રૂપાલા પરિવાર તરફથી સ્વીકારવામાં આવી. આજનો પ્રોજેક્ટ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ ખાતે કરવામાં આવ્યો.આ સેવાકીય પ્રોજેક્ટમાં ઝોન 5ના ઝોન ચેરમેન અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સેક્રેટરીલા. કેશુભાઈ દેત્રોજા ,લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા, લા.મણીલાલ જે કાવર, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારીયા લા. ટી.સી. ફુલતરિયા, લા.મહાદેવભાઈ ચિખલીયા લા.ચેતનભાઈ રાબડીયા લા.રશ્મિકાબેન રૂપાલા, સત્યેશ્વર મહાદેવના પુજારી રાજેશ ગિરિ,ભાજપના તાલુકા પંચાયત ના સદસ્ય રાકેશભાઈ કાવર હાજર રહી રમેશભાઈ રૂપાલાને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેરછા સાથે અવિરત સેવા કરતા રહે તેવી શુભકામના પાઠવી તેમ સંસ્થાના સેક્રેટરી કેશવજીભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું. મહત્વનું છે કે, લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાપૂર્વ પ્રમુખ, લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી, મોરબી ફોટો વિડિઓ એસોસિએશનના આજીવન પૂર્વ પ્રમુખ, સાથે અનેક વિધ સેવા સંસ્થા સાથે જોડાયને જેને સેવાને જીવન મંત્ર બનાવ્યો છે એવા સેવાના ભેખ ધારી લાયન રમેશ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સાથ સહકારથી લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ફરજ અદા કરી લાયન્સની સેવાને માત્ર મોરબી જ નહી પણ પૂરા સૌરાષ્ટ્ર કચ્છમાં સેવાનો વ્યાપ વધારી અને લાયન્સ પરિવારમાં અનહદ પ્રેમ, લાગણી, અને લોક ચાહના મેળવી તન મન ધનથી નિસ્વાર્થ ભાવથી સેવા કરી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીની એક આગવી ઓળખ ઉભી કરવા બદલ PMJF લાયન રમેશ રૂપાલા અને લાયન્સ ક્લબના ચાર્ટર સેક્રેટરીની સેવાને બિરદાવી કેશવજીભાઇ દેત્રોજાને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના શપથ વિધિ સમારોહ પ્રસંગે PDG રમેશભાઈ ઘેટિયા અને મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે લાયન્સ રત્ન એવોર્ડથી સન્માનિત કરતા સંસ્થાના દરેક સેવાના સાથી મિત્રો હર્ષની લાગણી અનુભવે છે.