મોરબી : મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળા ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને મહિલા દિવસનું મહત્વ સમજાય તેમજ તેમનામાં રાષ્ટ્રીય ભાવના અને શૈક્ષણિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૫ થી ૮ ના આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિશેષ રૂપે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના તમામ ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે એક-એક બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટી. સી. ફુલતરિયા, મારવાણિયા તેમજ પુનમબેન દ્વારા બાળકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન લાયન્સ નગર (ગોકુળ) પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા, પાસ્ટ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, તેમજ સભ્યો મણીલાલ જે. કાવર અને નાનજીભાઈ મોરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ હરખજીભાઈ ટી. સુવારિયા અને સૌરાષ્ટ્ર-કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ પોતાનો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.#Morbi #MorbiUpdate #LionsClubMorbiCity #InternationalWomensDay #WomensDayCelebration #DrawingCompetition #LionsNagarSchool #GujaratNews